MORBI:મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ માધાપરવાડી પ્રાથમિક માધ્યમિક શાળામાં ફુલસકેપનું વિતરણ કરાયું

MORBI:મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ માધાપરવાડી પ્રાથમિક માધ્યમિક શાળામાં ફુલસકેપનું વિતરણ કરાયું
મોરબીના ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપરવાડીની ત્રણેય શાળાના 860 જેટલા વિદ્યાર્થીઓને ઉપયોગી ફુલસકેપ બુકનું વિતરણ કરાયું
મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કા વળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રાહતદરે દવાખાનું, દવા ફ્રી ગાયો ને દરરોજ પચાસ મણ લીલું ઘાસ,દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી, ગુંદી ગાંઠિયાનો પ્રસાદ,દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે એ મુજબ આ ટ્રસ્ટ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા,માધાપરવાડી કુમાર શાળા, માધાપરવાડી માધ્યમિક શાળાના 860 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી ફૂલસ્કેપ બુક વિતરણ કરવામાં આવેલ છે,ઘનુભા જાડેજા પ્રમુખ,વિનુભાઈ ડાંગર ઉપ પ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. ફૂલસ્કેપ વિતરણનું વ્યવસ્થાપન અરવિંદભાઈ કૈલાએ કર્યું હતું.










