રાધનપુર ખાતે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના કર્મચારીઓનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.
નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સંકુલમાં શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ નો પ્રથમ સન્માન સમારોહ

રાધનપુર ખાતે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના કર્મચારીઓનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.
નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સંકુલમાં શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ નો પ્રથમ સન્માન સમારોહ ૧૦ મી મે રવિવાર ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક LCB PI પાટણના રાકેશભાઈ ઉનાગર (પ્રજાપતિ), નટવરભાઈ સિનાડ,સન્માનીય મહેમાનો RTO ઈન્સ્પેક્ટર મોરબીના રોહિતભાઈ પ્રજાપતિ તથા મુખ્ય મહેમાનો,અતિથિ વિશેષો,આમંત્રિત મહેમાનો, વિવિધ મંડળોના પ્રમુખ મંત્રીઓ, દાતાઓ તેમજ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ,આઠ પરગણા વઢિયાર યુવા સંગઠન થરા ના પ્રમુખ ઉમેશભાઈ,સમુહલગ્ન સમિતિ રાધનપુર ના પ્રમુખ માધુભાઈ,મંત્રી પ્રહલાદભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ ડી. ડી. પ્રજાપતિ,પૂર્વમંત્રી એલ. કે. પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં યોજાયો.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રમુખ પિનાકીનભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી ઉપ પ્રમુખ કમલેશભાઈ કમાલપુર, મંત્રી વાસુભાઈ ગાંજીસર, ખજાનચી ભરતભાઈ કમાલપુર સહીત યુવા સંગઠનની ટીમે ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુંચ્છ દક્ષ ભગવાનની છબી આપી મહેમાનો સહીત ૧૦૨ નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમ છેલ્લા ત્રણ મહિનાથી સખત પરિશ્રમ કર્યો હતો. સન્માનીય મહેમાનોએ યુવા ટીમનો આભાર વ્યક્ત કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530






