GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના દ્વારા દીપાવલી નિમિતે મિલન સમારોહ યોજાયો.વિશ્વકર્મા મંદિરે ધજા ચડાવી.

તારીખ ૨૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે વિશ્વકર્મા વંશી સેના (પંચાલ સમાજ) દ્વારા આજ રોજ દિવાળી ના પાવન પર્વ નિમિત્તે કાલોલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ધર્મેશ પંચાલ ની આગેવાનીમાં કાલોલ વિશ્વકર્મા વંશી સેના આયોજિત પંચાલ જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા મંદિર એ ધ્વજા રોહણ કર્યા બાદ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ભોજન સમારંભ યોજવામાં આવ્યો જેમાં કાલોલ વિશ્વકર્મા વંશી સેના કાલોલ પ્રમુખ સંજયભાઈ પંચાલ , મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી મીનાબેન પંચાલ,મહામંત્રી નિલેશભાઈ પંચાલ,રિતેશભાઈ પંચાલ, સંયોજક સુભાષ પંચાલ અને સમસ્ત વિશ્વકર્મા વંશી સેના કાલોલ ના કારોબારી સભ્ય હાજર રહી ને સમગ્ર સમાજ એ ખૂબ સહયોગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.







