શ્રીબનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજમાં દીક્ષાંત સમારોહ અને પુરસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું.

26 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજમાં દીક્ષાંત સમારોહ અને પુરસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું.એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ દીક્ષાંત સમારોહ અને પુરસ્કાર વિધિ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી મનીષાબેન પટેલે એ વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્યની કામના કરી આશીર્વવચન પાઠવ્યા. ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડૉ. કાર્તિકભાઈ મકવાણા એ વિદ્યાર્થીઓ સાથે થયેલ પોતાના ત્રણ વર્ષના અનુભવ રજૂ કર્યા. કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ રજૂ વ્યક્ત કર્યા. ટી.વાય બી.એ માં ચૌધરી રમીલા કમાભાઇ અને ટી.વાય બી.કોમ માં સુવાત્તર ઉન્નતિ પુનાભાઈ ને આચાર્યશ્રી મનિષાબેનના હસ્તે સ્ટુડન્ટ ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યો તેમજ એન.એસ.એસ ધારા અંતર્ગત એન.એસ.એસ વોલીયન્ટર ની ટ્રોફી બી.એ માં ચૌધરી કલ્પેશ સરદાર, ચૌધરી રમીલા કમાભાઈ ભાઈ અને બી.કોમ માં ચૌધરી કિરણ જેસંગભાઈ ને એનાયત કરવામાં આવી ત્યારબાદ કોલેજમાં ચાલતી વિવિધ ધારાઓ ના અંતર્ગત થયેલ પ્રવૃત્તિઓની ઝાંખી પી.પી.ટી દ્વારા ડૉ. હિરલબેન ડાલવાણીયા એ રજુ કરી કાર્યક્રમના અંતે ડૉ.દિપ્તીબેન ભાખરીયા એ આભાર વિધિ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી આ કાર્યક્રમને પૂર્ણાહુતી કરવામાં આવી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારા ના કન્વીનર ડૉ. મુકેશભાઈ અગ્રવાલ અને ડૉ .કિરણબેન રાવલે કર્યું.




