BANASKANTHAGUJARATKANKREJ

થરા માં શ્રીરામજી મંદિરે પૃરૂષોતમ માસમા અખંડ રામ ધૂનમા જૂનું ગામ ગુંજી ઉઠ્યું!!!

ઓગડ તાલુકાની ધન્યધરા થરા જુનાગામતળ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રામજી મંદિર આજે ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત કેન્દ્ર બની ગયું છે.

થરા માં શ્રીરામજી મંદિરે પૃરૂષોતમ માસમા અખંડ રામ ધૂનમા જૂનું ગામ ગુંજી ઉઠ્યું!!!

ઓગડ તાલુકાની ધન્યધરા થરા જુનાગામતળ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રામજી મંદિર આજે ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત કેન્દ્ર બની ગયું છે.દરરોજ રાત્રે રામ ધૂન યોજાતી હતી.હવે માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ સમગ્ર પંથક માટે આસ્થાનો મહોત્સવ બની રહી છે.શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી રામ ધૂન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર અધિકમાસ (પુરૂષોત્તમ માસ) સંતો-ભક્તો અત્યંત પુણ્યશાળી અને મોક્ષ આપનારો મહિનો માનવામાં આવે છે.આ પવિત્ર મહિનામાં માત્ર હરિભજન, કીર્તન અને ગરીબોની સેવા જ મુખ્ય હોય છે.નિરંજનભાઈ સોની સહીત અલખના આરાધકોના સ્વમુખે હાર્મોનિયમ પ્રભાતભારથી ગૌસ્વામી તબલા વાદક કાવ્ય સોની,ભુપેન્દ્રભાઈ સોનીના તબલાના તાલે શ્રીરામ ધૂનનું પઠન સંવત ૨૦૮૨ ના અધિક જેઠસુદ-૧ ને રવિવાર તા.૧૭/૦૫/૨૦૨૬ થી અધિક જેઠ વદ અમાસ ને સોમવાર તા.૧૫/૦૬/૨૦૨૬ સુધી રાત્રે ૯ થી ૧૦.૩૦ કલાક સુધી શ્રીરામ ધૂન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભક્તો શ્રીરામ ના નામ સ્મરણમાં તલ્લીન બની જતા મંદિર પરિસરમાં ગુંજતા “જય શ્રીરામ” ના પવિત્ર નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ઊઠે ગુંજી ઊઠ્યો હતો.તાલ – મૃદંગ અને ભજનના સ્વરોથી વાતાવરણમાં અનોખી આધ્યાત્મિક ઊર્જા પ્રસરી હતી. શ્રી રામ ધૂનમાં દરરોજ દાતાઓ તરફથી પ્રસાદ પીરસાયો હતો. છેલ્લા દિવસે દરજી શંકુબેન વિઠ્ઠલદાસ પરિવાર ના સંજયભાઈ તરફથી બપોરે ભોજન પ્રસાદ પીરસાયો હતો. શંકુબેન દરજી તથા સંગીત વૃંદ નું આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અરવિંદભાઈ ઠક્કર,મધુભાઈ સોની,જેન્તીભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ ઠક્કર,દિનેશભાઈ સોની,નિવૃત શિક્ષક અમરતભાઈ મોચી,તુસાર ધર્મેન્દ્રભાઈ ઠક્કર (રાજેશ્રી મસાલા),અલ્પેશભાઈપ્રજાપતિ, પરેશભાઈ પટેલ,પીન્ટુભાઈ નાઈ સહીત વિશાળ સંખ્યામાં તાણા- થરા નગરજનો એ લાભ લીધો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!