AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સુબીર અને વઘઇ ખાતે દિવસિય ‘રવિ કૃષિ મહોત્સવ’ નો પ્રારંભ:

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા વિશે માર્ગદર્શન અપાયું:*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઇ અને સુબીરમાં “કૃષિ વિકાસ દિન” ની ઉજવણી કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિઘાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ’ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે સુબીર તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોખામાળ ખાતે સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે તેમજ વઘઇ તાલુકા કક્ષાનો કાર્યક્રમ વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત યોજાયેલ ‘રવિ કૃષિ મહોત્સવ’ જે આહવા ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસ તેમજ બાકીના તાલુકાઓમાં દ્વિ-દિવસીય “કૃષિ વિકાસ દિવસ-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫” કાર્યક્રમ થકી ખેડૂતોને રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમ દ્વારા પાક પરિસંવાદો અને નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો પણ યોજાશે. જેમાં ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ પૂરી પાડવામાં આવશે. તેમજ સ્ટોલના માધ્યમથી ખેડૂતો નવીન કૃષિ ટેકનોલોજી આધારિત પ્રદર્શન, ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદનોના વેચાણ અંગે માહિતી મેળવી શકશે.

Back to top button
error: Content is protected !!