GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક: BLO તેમજ અન્ય શૈક્ષણિક પ્રશ્નો અને સંગઠનાત્મક આયોજનો પર ભાર મૂકાયો.

આગામી ૧૫મી નવેમ્બરના કચ્છ કલેક્ટરને BLO બાબતે આવેદન પત્ર અપાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી : તા-11 નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક તા.૦૯ નવેમ્બરના રોજ ચંદ્રાલા, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છ જિલ્લાના તમામ સંવર્ગના મુખ્ય જવાબદાર અપેક્ષિત કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધેલ હતો, જેમાં સંગઠન અને શિક્ષણ જગતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને આયોજન કરવામાં આવેલ હતું.બેઠકમાં ગત વર્ષના કારોબારી મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે મંડળની રચના અંગે માર્ગદર્શન અપાયું. શૈક્ષણિક કાર્યક્રમો અંતર્ગત ‘મારી શાળા-મારું વિધાલય’ કાર્યક્રમ અને વંદે માતરમ્ (૧૫૦ વર્ષ પૂર્ણ) ની ઉજવણી બાબતે વિસ્તૃત ચર્ચા થઈ. આ ઉપરાંત, આગામી સમયમાં આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડા દિનની ભવ્ય આયોજનો વિશે પણ સત્રોમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ પ્રશ્નોતરી સત્રમાં શિક્ષક સમુદાયના મહત્વના મુદ્દાઓ રાજ્ય કક્ષાએ રજૂ કર્યા હતા. મુખ્ય માંગણીઓમાં BLO વોરંટ બાબતે અન્ય કેડરને આ કામગીરી સોંપવી, ૨૦૦૫ પછીના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS) માં સમાવેશ કરવો તેમજ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના અન્ય મહત્વના પ્રશ્નો પણ રજૂ કરવામા આવેલ હતા. રાજ્ય કારોબારીમાં ૧૫મી નવેમ્બરના રોજ તમામ જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રીને BLO વોરંટ બાબતે આવેદનપત્ર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ આવેદન દ્વારા BLO કામગીરીના મુદ્દે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવશે, જે શિક્ષકોનો કાર્યબોજ ઘટાડવા માટેનું એક મોટું અને મહત્વનુ પગલું છે.રાજ્ય કક્ષાએ મુખ્ય શિક્ષક સંવર્ગની નવી કારોબારીની રચના પણ કરવામાં આવી. જેમાં કચ્છ જિલ્લાનું ગૌરવ વધારતા શ્રી અમરાભાઈ રબારીની રાજ્ય મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજય કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લામાંથી પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, સરકારી પ્રાથમિક સંવર્ગ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ અને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી હરેશભાઇ ત્રિવેદી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયેલ હતુ.

Back to top button
error: Content is protected !!