ઝાડાની સચોટ સારવાર ઓ આર એસ પ્રવાહી અને ઝીંકની ગોળી પાછી લાવે બાળકની તંદુરસ્તી દાહોદ જિલ્લામાં સ્ટૉપ ડાયેરીયા કેમ્પેઈન શરૂકરવામાં આવ્યું છે. સ્ટૉપ ડાયેરીયા કેમ્પેઈન ને આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે માન.. જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલના ઉપાધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાની આઈડીસીએફ સ્ટીયરીંગ કમીટીની બેઠકમાં આપવામાં આવેલ સુચનાઓ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે તા.૦૧.૦૭.૨૦૨૪ થી ૩૦.૦૮.૨૦૨૪ સુધી ચાલશે. તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ સ્ટૉપ ડાયેરીયા કેમ્પેઈનના કાર્યક્રમ ની વિગતવાર માહિતી આપી બાળકોને ઝાડા થાય તો આ બાબતો નું ધ્યાન રાખો ઓ આર એસનું પેકેટ એક લીટર પાણીમાં નાખી બરાબર હલાવો દરેક ઝાડા પછી ઓ આર એસ નું પ્રહાવી પીવડાવો ઝીંકની ગોળી એક ચમચી પાણી માંકે માતાના દૂધમાં ઓગાળીને ૧૪ દિવસ સુધી પીવડાવો ઝાડા દરમિયાન અને ઝાડા પછી બાળકને માતાનું દૂધ અને ઉપરી આહાર આપવાનું ચાલુ રાખો જમવાનું બનાવતા પહેલા અને જમાડતા પહેલા તેમજ મળ સાફ કર્યા બાદ તમારા હાથ સાબુથી ધોવો બાળકોના મળનો તુરંત નિકાલ કરો અને સાફ સફાઈ નું ધ્યાન રાખો વધુમાં જમતા પહેલા અને શોચક્રીયા બાદ હાથ ધોવા, દરેક ઝાડા બાદ ઓ.આર.એસ દ્રાવણ નો ઉપયોગ કરવો અને હાથ ધોવાની પધ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઝાડાની રોગથામ, સફાઈ અને ઓ.આર.એસ. થી રાખો પોતાનું ધ્યાન ના સૂત્ર સાથે ૦થી૫ વર્ષ સુધીનાં બાળકોમાં થતાં ઝાડા અટકાયતી પગલાં બાબતે ઉપસ્થિત તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ ઓ.આર.એસ. પેકેટ અને ઝીંકની ટેબલેટ આપી બે માસ માટેનો આ સ્ટૉપ ડાયેરીયા કેમ્પેઈન માં ઝાડા રોગથામનો મેસેજ આપી લોકજાગૃતિ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી હતી. ઓ આર એસ અને ઝીંક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,મુખ્ય જીલ્લા તબીબી અધિકારીં સહ સિવિલ સર્જન,અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,ઈએમઓ, ક્યુંએમઓ, ડીએમઓ,ડીટીઓ, ડી એલ લો આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર , તાલુકા હેલ્થ ઓફિસર, સી.ડી.પી.ઓ. તેમજ આરોગ્ય શાખા જિલ્લા અને તાલુકા કક્ષાન અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા