BHUJGUJARATKUTCH

લુણવા ચોપડવા રસ્તાની સ્ટ્રેન્ધનીંગ કામગીરી કરાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૬ નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચના અનુસાર રાજ્યમાં રસ્તાના રીસર્ફેસીંગ, સમારકામ તથા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ડામર પ્લાન્ટ શરૂ કરી રસ્તાના રીસર્ફેસીંગ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા લુણવા ચોપડવા રસ્તાના કિ.મી. ૭/૦ થી ૯/૦ માં સ્ટ્રેન્ધનીંગની કામગીરી પુર્ણ કરવામાં આવેલી છે. વાહનોની અવર જવરમાં કોઇ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ-મરંમત કાર્યના કારણે સુગમ વાહન વ્યવહાર મળી રહે તે માટે તંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!