સુરેન્દ્રનગરમાં વનાળા- કંથારીયા- છલાળા- રાણપુર રોડ પર મજબૂતી કરણ અને રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં
અત્યાર સુધીમાં ૧૭ કિલોમીટર ડામર બેઝ મિક્સ અને ૧૨ કિલોમીટર બીટુમિનસ કોંક્રિટનું કામ પૂર્ણ

તા.01/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અત્યાર સુધીમાં ૧૭ કિલોમીટર ડામર બેઝ મિક્સ અને ૧૨ કિલોમીટર બીટુમિનસ કોંક્રિટનું કામ પૂર્ણ, સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લીંબડી પેટા વિભાગ હેઠળના વનાળા- કંથારીયા-છલાળા- જોબાળા-નાગણેશ- રાણપુર રોડ પર મજબૂતીકરણ અને રિસર્ફેસિંગની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે આ મહત્ત્વપૂર્ણ માર્ગના નવીનીકરણથી સ્થાનિક રહેવાસીઓ અને હજારો વાહનચાલકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત પરિવહન મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે પ્રગતિમાં રહેલી આ કામગીરીની વિગતો પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રોડ પર ૧૭ કિલોમીટર જેટલો ડીબીએમ એટલે કે ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ તથા ૧૨ કિલોમીટર જેટલું બીટુમિનસ કોંક્રિટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ કામગીરીથી સમગ્ર વિસ્તારના લોકોને ટૂંક સમયમાં જ મોટી રાહત મળશે અને તેમના સમય તેમજ ઇંધણની બચત થશે આ કામગીરી માત્ર રસ્તાના સુધારણા પૂરતી સીમિત ન રહેતા માળખાકીય સુવિધાઓને પણ સમાંતર રીતે વિકસાવવામાં આવી રહી છે માર્ગ પર આવતા તમામ નાળા તેમજ માઇનોર બ્રિજનું કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે આ કામો આવનારા ચોમાસા દરમિયાન પાણીના યોગ્ય નિકાલને સુનિશ્ચિત કરીને સરળ પરિવહન માટે અત્યંત જરૂરી છે વરસાદના સમયે રસ્તાની બંને તરફની સાઇડોનું ધોવાણ ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં વધુ પડતા પાણીના વહેણનો મારો છે ત્યાં પ્રોટેક્શન દિવાલનું કામ પણ પ્રગતિમાં છે આ સંરક્ષણ દિવાલો રસ્તાના આયુષ્યને વધારવામાં અને ભવિષ્યમાં થતા જાળવણી ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે જે સરકારના દૂરંદેશી આયોજનને દર્શાવે છે.




