
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ડીવાઇન સ્પા અને ફોરેવર થાઇ સ્પા ના બંને સંચાલકો સામે મોડાસા ટાઉન પોલીસની સખ્ત કાર્યવાહી
રાજ્ય સરકારના ગ્રુહ વિભાગે નક્કી કરેલા નિયમો મુજબ ફરજિયાત રજીસ્ટર ન જાળવવા તેમજ અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામાનો ભંગ કરનાર બે સ્પા–મસાજ સેન્ટરના સંચાલકો સામે મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે
ડી.બી.વાળા પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના પાલન માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોડાસા હજીરા ચોકડી ખાતે આવેલ ડીવાઇન સ્પા–મસાજની તપાસ કરતાં ત્યાં જરૂરી રજીસ્ટર ન રાખવામાં આવેલ તેમજ કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો ફોટા સાથે નોંધાયેલ ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશન ખાતે પણ જમા કરાવેલ ન હતી. આ સ્પાના મેનેજર ભરતભાઈ વેલારામ જાતે ભીલ (ઉ.વ. 32) હોવાનું જાણવા મળ્યું.
આ ઉપરાંત મોડાસા બાયપાસ હાઇવે રોડ ઉપર આવેલ ફોરેવર થાઇ સ્પા–મસાજની તપાસ દરમિયાન પણ તેના મેનેજર એસપીરાઇ ખરેન્દ્ર જાતે રીયાન્ગ (ઉ.વ. 23) દ્વારા કર્મચારીઓની વિગતોનું કોઈ રજીસ્ટર ન રાખવામાં આવતું તેમજ જરૂરી માહિતી પોલીસને ન આપતા જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.બન્ને સ્પા સંચાલકો દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરાયેલ હોવાનું જણાતા, મોડાસા ટાઉન પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓના નામ અને સરનામા :
1. ભરતભાઈ વેલારામ જાતે ભીલ (ઉ.વ. 32), હા. રહે. ડીવાઇન સ્પા–મસાજ, મોડાસા હજીરા, મુળ રહેવાસી માઉન્ટ આબુ, રાજસ્થાન.
2. એસપીરાઇ ખરેન્દ્ર જાતે રીયાન્ગ (ઉ.વ. 23), હા. રહે. ફોરેવર થાઇ સ્પા–મસાજ, મોડાસા બાયપાસ રોડ, મુળ રહેવાસી આમ્બાસા, ત્રિપુરા.





