CHOTILAGUJARATSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ માથાભારે ઈસમોને જિલ્લાબહાર તડીપાર કરાયા, તરણેતર મેળાની સલામતી જાળવવા કડક કાર્યવાહી હાથ ધરી

તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ દારૂ, જુગાર, ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ માથાભારે ઈસમોને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની હદમાંથી ૭ માસ માટે તડીપાર કરવાનો આદેશ કર્યો છે આ કાર્યવાહી આગામી વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે પીઆઇ દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તોને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૫૬(ખ) અને ૫૭(ગ) હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઈસમો ચોટીલા, મૂળી, અને થાનગઢ તાલુકાના રહેવાસીઓ છે અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ રહી હતી ત્યારે તડીપાર કરવામાં આવેલા પાંચ ઈસમોમાં નવઘણભાઈ રમેશભાઈ કુનતીયા રહે. ચોટીલા, ભાવેશભાઈ છગનભાઈ જોગરાજીયા રહે. ચોટીલા, રમેશભાઈ મશરુભાઈ સાડમીયા રહે. નાની મોલડી, તુલશીદાસ ઉર્ફે કુકો આણંદપુર દુદરેજીયા રહે. નાની મોલડી, અને હરદીપભાઈ શાંતુભાઈ ઘાંઘલ રહે. નાની મોલડીનો સમાવેશ થાય છે ત્યારે ચોટીલા પીઆઇ અને નાની મોલડી દ્વારા તાત્કાલિક આ ઈસમોને સુરેન્દ્રનગર જિલ્લાની બહાર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ નિર્ણયથી તરણેતર મેળામાં લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ શાંતિ અને સલામતીનો અનુભવ કરી શકશે.

Back to top button
error: Content is protected !!