GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: નાયબ મુખ્યમંત્રીના નામે ફેક પોસ્ટ વાયરલ કરનાર સામે સાયબર ક્રાઇમનો કડક કાયદેસર સપાટો

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

Instagram પર ‘katha_vistar’ IDથી ખોટી અને બનાવટી પોસ્ટ પ્રસિદ્ધ કરવાનો આરોપ, નવસારી સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી

નવસારી: સોશિયલ મીડિયાના વધતા દુરુપયોગ વચ્ચે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ખોટી માહિતી અને બનાવટી સમાચાર પ્રસિદ્ધ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન Instagram પર ‘katha_vistar’ નામની ID પરથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના ફોટાનો ઉપયોગ કરીને તેમના નામે ખોટું નિવેદન દર્શાવતી બનાવટી ઇલેક્ટ્રોનિક પોસ્ટ પ્રસિદ્ધ કરાયેલી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સંબંધિત પોસ્ટમાં દારૂના ગેરકાયદેસર વેચાણ તેમજ સરપંચ, કોર્પોરેટર અને MLA અંગેના બનાવટી લખાણનો ઉપયોગ કરી નાયબ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે રીતે સામગ્રી સોશિયલ મીડિયા પર ન્યૂઝના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મામલે Instagram IDના ધારક/ઉપયોગકર્તા વિરુદ્ધ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR No. 11822024260017, તા. 26/08/2026થી ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(4) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000ની કલમ 66(C) હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાલ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી, બનાવટી સમાચાર તથા જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી સામગ્રી પ્રસિદ્ધ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયાને સમાચારનું માધ્યમ બનાવતા પહેલાં સાવધાન—એક ફેક પોસ્ટ હવે સીધી પોલીસ કાર્યવાહી સુધી લઈ જઈ શકે છે.

Back to top button
error: Content is protected !!