કાલોલ ના દેલોલ કૂટેવાળ તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઊંડું કરવામાં આવતા ગ્રામજનો ભારે વિરોધ.

તારીખ ૦૪/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ કૂટેવાળ ગામનું તળાવ જેનો સર્વે નં.૧૭૩૧ માં સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી ૨.૦ અંતર્ગત ઊંડું કરવા ગામજનો નો ભારે વિરોધ કાર્યપાલક ઇજનેર પાનમ સિંચાઇ વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય, ગાંધીનગરના પત્ર દ્વારા દેલોલ કૂટેવાળ ગામનું તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી ૨.૦ અંતર્ગત ઊંડું કરી જળસંચયની કામગીરી એનાયત કરવા વર્ક ઓર્ડર ભરવાડ જગદીશભાઈ ભુરાભાઈ દેલોલ ગામના વતની નો શરતો ને આધીન વર્ક ઓર્ડર મંજુરી આપતા ઇટાચી મશીન અને ડમ્પરો દ્વારા માટી ખોદકામ કરતા ગામજનો ભારે વિરોધ સાથે મહિલા સહિત ગામના અનેક લોકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો જેમાં મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે ગામના બાળકો તળાવ મા નાહવા માટે જાયછે અને મહિલાઓ કપડાં ધોવા માટે જાયછે જેથી કોઈ બાળક અથવા મહિલા ડૂબી જશે તો જવાબદારી કોની રહેશે તેમ કહી વિરોધ નોંધાવ્યો હતો અને માટી ખોદકામ બંધ કરાવ્યું હતું દર વર્ષે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામે ગામ તળાવો માંથી માટી ખોદકામ કરી ખેડૂતો તેમજ જાહેર રોડ રસ્તા લેવલિંગ ના નામે માટી નું ખનન કરવામાં આવે છે જેમાં સુજલામ સુફલામ જળ અભિયાન ના નામે હજારો ટન ફ્રી માં માટી ખનન કરવામાં આવે છે જેથી સરકારી વિભાગ ખાણ ખનીજ ની તિજોરી ને લાખો રૂપિયા નો ચૂનો ચોપડવામાં આવતો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.








