
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-15 ડિસેમ્બર : વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૦૧ થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ તેમનામાં મૂલ્ય, નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એ રહેલો છે. આ પરીક્ષા ધોરણ પાંચ થી કોલેજ ના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે કચ્છ જિલ્લામાં તાલુકા થી રાજ્ય કક્ષા સુધી ગાયત્રી શક્તિપીઠ ભુજ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષ ૨૦૨૪ માં ક્ચ્છ જિલ્લામાંથી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ધો. ૭ ની વિધાર્થીની ધ્યાની અલ્પેશભાઈ જાનીએ જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરી શ્રેષ્ઠ દેખાવ કરેલ હતો. જિલ્લા કક્ષાની સફળતા બાદ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જઇ રહેલ વિધાર્થીની ધ્યાની જાની ને શાળાના આચાર્ય શ્રી ક્રિષ્નાસાહેબ મહેતા તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન સહ રાજ્યની પરીક્ષામાં પણ શ્રેષ્ઠ દેખાવ કરે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી.




