GUJARAT

નવસારીની GIDCડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વોલીબોલ અને કબ્બડી ટૂર્નામેન્ટમાં ઝળક્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૬: VVP રાજકોટમાં યોજાયેલ GTU ની આંતર ઝોન વોલીબોલ ટૂર્નામેન્ટ (ભાઇઓ)માં ઝોન-5 (સુરત) નું પ્રતિનિધીત્વ કરનાર જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ટીમ ચેમ્પીયન થઈ. આ ટીમ અગાઉ તા.૦૪/૦૮/૨૦૨૫માં ઝોન-5ની ટૂર્નામેન્ટ જે જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ હતી એમાં વિજેતા થઈ રાજકોટ મુકામે રમવા ગઈ હતી. આ સ્પર્ધામાં ટીમના કેપ્ટન દિપેન ટંડેલની આગેવાનીમાં નીલ ટંડેલ, નીવ ટંડેલ, રાહી ટંડેલ,  ધ્રુવ ટંડેલ, હેનીલ ટંડેલ, રોશન ટંડેલ, નીલ ટંડેલ, સ્મિત ટંડેલ, માધવ ટંડેલ, ધ્રુવ બડઈક અને તપત્સુ ટંડેલે પોતાનું કૌશાલ્ય બતાવતા ટીમ સતત છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે રહી હેટ્રિક સિદ્ધી પ્રાપ્ત કરી હતી.વધુમાં એસોસીએસન ઓંફ ઇન્ડિયન યુનિવર્સિટીસ (AIU) સ્પર્થામાં નીવ ટંડેલ, રાહી ટંડેલ, હેનીલ ટંડેલ  વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે. ત્યારબાદ  જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ટીમ સલવાવ ખાતે શ્રીમતી બી.એન.બી. સ્વામીનારાયણ ફાર્મસી કોલેજમાં ઝોન-5 માં કબ્બડી (ભાઇઓ)ની  સ્પર્ધામાં રનર્સ-અપ  થઇ હતી. જે ટીમમાંથી  વૈભવ  પટેલની પસંદગી AIU સ્પર્ધામાં થયેલ છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ જી.આઇ.ડી.સી એજ્યુકેશન સોસાયટી અને જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના, આચાર્ય ડૉ. એચ. એસ. પાટીલ મારફતે બધાજ ખેલાડીઓ અને એમને તૈયાર કરનાર અધ્યાપકો ધવલ પટેલ, પ્રીતેશ રાઠોડ, દક્ષ ટંડેલ, બ્રિજેશ પટેલ તથા કેનાલ ટંડેલને કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!