GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યા.

 

તારીખ ૧૭/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

રાજયમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચમાધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. જે મુજબ પરીક્ષાબાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિક બારહજાર રૂપિયા મુજબ ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. તે અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોના વિશેષ પ્રયત્નો થકી શાળાના દસ વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષામાં પાસ થયા છે.જેમાં શક્તિરાજ ગોહિલ, એકસો પંદર ગુણ, ઠાકોર પલકબેન એકસો અગિયાર ગુણ તેમજ પરમાર ભાવિનકુમાર એકસો સાત માર્ક્સ સાથે ઉત્કૃષ્ઠ પરિણામ મેળવી બાકરોલ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!