બાલાસિનોર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ એસજીએફઆઇની સ્પર્ધાઓની તમામ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
તારીખ ૧૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બાલાસિનોર ખાતે યોજાયેલી શાળાકીય એસ.જી.એફ.આઇ.૨૦૨૪ ની રમતગમત સ્પર્ધામાં બાલાસિનોર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમના બાળકોએ વિવિધ શાળાઓ વચ્ચેની સ્પર્ધામાંઓની તમામ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમની પ્રતિબધ્ધતા અને કૌશલ્ય દર્શાવ્યું હતું જેમાં બાલાસિનોર પબ્લિક સ્કૂલના અંડર ૧૪ છોકરાઓની ટીમ ફૂટબોલમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિજય બની રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ અને શેખ અયાન નઇમભાઈ ચક્રફેક ની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજય મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી પામેલ છે જ્યારે તાલુકા કક્ષાએ કબડ્ડી ટીમે સરસ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ બીજું સ્થાન હાંસલ કર્યું હતું આમ બાલાસિનોર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને કોચ સાની મલેક ની મહેનત પ્રતિબધ્ધતા દર્શાવતા બાલાસિનોર પબ્લિક સ્કૂલના ભાગ લેનાર વિધાર્થીઓને શાળા સંચાલક મંડળ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.