GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બેઢીયા દેવરાજ લૉ કોલેજ ના વિદ્યાર્થીઓએ ગોધરા સબ જેલની વિઝિટ લીધી.

 

તારીખ ૦૪/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બેઢીયા દેવરાજ લૉ કોલેજ ના સેમેસ્ટર પાંચ તથા છ માં અભ્યાસ કરતા કાયદાના વિદ્યાર્થીઓને ગોધરા સબ જેલની વિજિટ કરવાની મંજુરી આપવામાં આવતા તા.૦૪/૦૯/૨૦૪ના રોજ વિજિટ કરેલ હતી વિઝિટમાં લૉ કોલેજના પ્રિન્સીપાલ દિવ્યાબેન કોન્ટ્રાકટર, ચૌધરી , એજ્યુકેશન ડાયરેકટર ગીરીશભાઈ, લેકચરર અનમોલબેન રાઠવા, લેકચરર ભરતભાઈ પરમાર, ૧૫-વિદ્યાર્થિ બહેનો તથા ૪૫-વિદ્યાર્થી ભાઇઓ ઉપસ્થિત રહેલ હતા જેલ અધિક્ષક આર.બી.મકવાણાએ લો કોલેજના કાયદાના વિદ્યાર્થીઓને રાજ્યના જેલ વિભાગની માહિતી આપી હતી જેમાં જેલોના પ્રકાર, કેદીઓના પ્રકાર, સજાના પ્રકાર, કેદીઓની રજા, મુલાકાત, બંદિવાનોને મળતી સવલતો, મહિલા બંદિવાનો માટેના નિયમો વિગેરેની જાણકારી વિસ્તાર પૂર્વક આપેલ હતી. જિલ્લા કાનુની સેવાસત્તામંડળના પી.એલ.વી. જશવંતભાઇ કોન્ટ્રાકટર ખાસ ઉપસ્થિત રહેલ હતા કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રશ્નતરી કરેલ જેની વિગતવાર જાણકારી જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!