SURATSURAT CITY / TALUKO

યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રકાર્યના ભાગ રુપે ડાયાબીટીસ હેલ્થ ચેકઅપ તથા વિનામુલ્યે દવા વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાત રાજ્યના જોશીલા અને યુવાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પોલીસ જવાનો પ્રત્યેનો સ્નેહ અને સદ્ભાવના જોઇ દેશના રક્ષકોના આરોગ્યને ધ્યાનમાં રાખી ડાયાબીટીસના વિનામુલ્યે ચેકઅપ અવે દવા વિતરણ હેતુ સુરત જીલ્લા ને આવરી તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ કર્મીઓને પરિપત્રોના આધારે યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા ગત તારીખ 5 મે ના રોજ અમરોલી પો.સ્ટે ખાતે ડી.સી.પી હર્ષદ મહેતા તથા એ.સી.પી આર.પી.ઝાલાની સલાહ સહયોગીતામાં ડાયાબીટીસ ચેકઅપ, નિદાન અને વિનામુલ્યે આયુર્વેદીક દવા વિતરણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલુ જેમાં અમરોલી અને ઉતરાણ પો.સ્ટે અને ટ્રાફીક સેક્સન તથા નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તા ૧૨ મે ના રોજ રાંદેર પો.સ્ટે ખાતે પણ ચાર પોલીસ સ્ટેશનોના મહીલા પોલીસ કર્મીઓ સહીત ૧૫૦ થી વધુ તમામ પોલીસ કર્મીઓ માટે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરી તેમા ડાયાબીટીસ નિદાન અને પોઝીટીવ આવનારા પોલીસ કર્મીઓને વિનામુલ્યે આયુર્વેદીક દવા વિતરણ પણ કરવામાં આવશે.
ઘણા વર્ષોથી યુનિવર્સલ ફાઉન્ડેશન રાષ્ટ્રસેવાર્થે કોવીડ વેક્સિનેશન સર્વિસ, જીવનરક્ષા તથા વિવિધ રીતે ફાયર, ફલ્ડ, ડિઝાસ્ટર તથા વિશેષ પ્રકારે વિનામુલ્યે તાલિમો સાથે સામાજીક અને રાજકીય સ્તરે સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઇ, ૨૦૨૦/૨૧, માં સુરતથી સ્વચ્છ ચેમ્પિયન રહ્યા સાથે સ્વચ્છતા અભિયાનો પણ ચલાવી રાષ્ટ્રસેવામાં નવો ચિલો ચિતરી પ્રેરણાત્મક પથ તૈયાર કરવામાં અગ્ર રહ્યુ છે ! ઉપરોક્ત ડાયાબીટીસ હેલ્થ કેમ્પમાં સુરત જીલ્લા બાદ યુનિવર્સલ ફાઉન્ડેશન સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનોના તમામ પોલીસ કર્મીઓનો આવરી આ રાષ્ટ્રકાર્યમાં આગળ વધશે. અને આવનારા ટુંકા સમયમાં હ્રદયને લગતા રોગોના વિનામુલ્યે રિર્પોર્ટ, ચેકઅપ તથા નિદાન કેમ્પોનુ આયોજન પણ કરશે.
હાલ આ કેમ્પમાં સંસ્થાના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા (જીવન રક્ષક) અને યુનિવર્સલ હેલ્થ કમીટીથી મહેશ પટેલ તનતોડ સેવા આપી રહ્યા છે, તથા ઉપરોક્ત સેવાકીય આયોજનમાં સહયોગી તરીકે પી.એમ.બી લોબોરેટરી સુરત તથા સુરત જીલ્લાની હ્રદય અને સર્વરોગ નિદાનની હોસ્પિટલો અને ડોક્ટરો સહીતની ટીમ જોડાવા જઇ રહ્યા છે તથા હાલમાં યુનિવર્સલ ફાઉન્ડેશન ના રાષ્ટ્રકાર્યોમાં પથદર્શક તરીકે સુરત શહેર પોલીસ વિભાગથી એસીપી બી.એમ ચોધરી, એલ.બી ઝાલા સહીત તમામ એ.સી.પી શ્રીઓ અને ડી.સી.પી શ્રીઓ સેવા આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!