ANANDANAND CITY / TALUKOGUJARAT

સીવીએમ યુનિવર્સિટીની MBIT કોલેજના વિદ્યાર્થીઓએ આંધ્ર પ્રદેશ ખાતે યોજાયેલી સમર્થ 2025 હેકાથોનમાં પ્રથમ રનર-અપ સ્થાન મેળવ્યું 

સીવીએમ યુનિવર્સિટીની MBIT કોલેજના વિદ્યાર્થીઓએ આંધ્ર પ્રદેશ ખાતે યોજાયેલી સમર્થ 2025 હેકાથોનમાં પ્રથમ રનર-અપ સ્થાન મેળવ્યું

તાહિર મેમણ – આણંદ – 01/10/2025 – વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની મધુબેન એન્ડ ભીખાભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ની ટીમ “ધ ઓથેન્ટિકેટર્સ” એ તાજેતરમાં મોહન બાબુ યુનિવર્સિટી, તિરુપતિ (આંધ્ર પ્રદેશ) ખાતે યોજાયેલી 36 કલાકીય નેશનલ લેવલ સમર્થ 2025 હેકાથોનમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ટીમે પ્રથમ રનર-અપ સ્થાન તથા રૂ. 1.25 લાખ રોકડ ઇનામ મેળવ્યું છે. આ નેશનલ લેવલની સ્પર્ધામાં સિદ્ધિ મેળવવા બદલ સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાએ વિદ્યાર્થીઓ અને તેમના મેન્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.

 

આંધ્ર-પ્રદેશની મોહનબાબુ યુનિવર્સિટીમાં સમર્થ 2025 36 કલાકીય હેકાથોનમાં સમગ્ર ભારતમાંથી 1236 ટીમોએ અરજી કરી હતી. જેમાંથી 60 ટીમોને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી જેમાં એમબીઆઈટીની ટીમ પણ સીલેક્ટ થઇ હતી. આ હેકાથોનની થીમમાં એઆઈ, આઈઓટી, ગ્રીન ટેક, સાયબર સિક્યોરીટી, ARVR અને બ્લોક ચેઇન જેવા વિષયનો સમાવેશ કરાયો હતો. ભારતની 60 ટીમ વચ્ચે 24-25 ઓક્ટોબર દરમિયાન હેકથોન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં એમબીઆઈટીની ટીમ ધ ઓથેન્ટિકેટર્સમાં માનસ અજયકુમાર ચોકસી (ટીમ લીડર), અક્ષત તેજસભાઈ ફિચાડિયા અને ધ્રુવલ વિજયભાઈ પટેલનો સમાવેશ થાય છે. ટીમે પોતાની નવીન વિચારશક્તિ, ટેક્નિકલ કુશળતા અને પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એમબીઆઇટી કોલેજ તેમજ સીવીએમ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

 

સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડો.) ઇન્દ્રજીત પટેલે ટીમને હાર્દિક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારો અને પ્રતિભા દ્વારા સીવીએમ યુનિવર્સિટીની ટેક્નોલોજીકલ ઉત્તમતા અને ઈનોવેશન પ્રત્યેના દૃઢ સંકલ્પને સાકાર કર્યો છે. આવી સિદ્ધિઓ વિદ્યાર્થીઓમાં સંશોધન અને નવીનતા પ્રત્યે ઉત્સાહ જગાવે છે.” એમબીઆઈટીના પ્રિન્સિપાલે પણ ટીમને અભિનંદન પાઠવી જણાવ્યું કે આ સફળતા સંસ્થાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રેરણાદાયક માર્ગદર્શન દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!