અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની મરડિયા જીતપુર હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી
અરવલ્લી જિલ્લામાં કલેક્ટર પ્રશસ્તિ પરિકના અધ્યક્ષતા અને મહિલા અને બાળ વિકાસ અધિકારી મનસુરી હસીનાના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે મરડિયા જીતપુર હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીનીને ઓ.એસ.સી સેન્ટરના સંચાલક તથા સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓએ વિવિધ માહિતી આપી તથા નાની ઉંમરે લગ્ન ન કરવા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરથી વધારે ના વાપરવા માટે સમજણ આપવામાં આવી આ ઉપરાંત સેન્ટર દ્વારા આશ્રય માટે આવનાર બહેનોને કેવા પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ બાબતે સમજણ આપી હતી.