
કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પી.વી.એમ. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી અને ભાવનાસભર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના હાથે તૈયાર કરાયેલ રાખડીઓ માજી સૈનિકોને બાંધી તેમના દેશપ્રત્યેના અમૂલ્ય યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન માજી સૈનિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રસેવામાં જીવન સમર્પિત કરનાર સૈનિકોને રાખડી બાંધી તેમની દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ દૃશ્યે સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવની લાગણીનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું માજી સૈનિકોએ પણ વિદ્યાર્થીઓના આ પ્રેમ અને સન્માનને હૃદયપૂર્વક સ્વીકારી તેમને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને દેશસેવાના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે સૈનિકો સતત સમર્પિત રહે છે અને આવા કાર્યક્રમો યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિની ભાવના મજબૂત બનાવે છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો, શિક્ષકો, સંચાલકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ઉપસ્થિત સૌએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી રક્ષાબંધનના પાવન પર્વે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સૈનિકો પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





