જિલ્લાનું સંકુલ કક્ષાનું (22) મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં MGS હાઈસ્કુલ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ ઝળક્યા
તારીખ ૨૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ધી એમ જી એસ હાઇસ્કુલ કાલોલ વિજ્ઞાન પ્રવાહ (1) વિભાગ 2 – કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, (2) વિભાગ 4B મનોરંજક સંબંધીત ગાણિતિક મોડલિંગ, (3) વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા આ ત્રણેય વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું (22) મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન )માં કાલોલની શાળા ધી એમ જી એસ હાઇસ્કુલ કાલોલના ઉચ્ચતર વિભાગમાંથી (વિજ્ઞાન પ્રવાહ) ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 1)વિભાગ 2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો જેમાં પટેલ પ્રીત અને રાઠોડ વિરેન્દ્ર તેના ગાઈડ ટીચર ક્રિષ્નાબેન એમ પટેલ ,2)વિભાગ 4B મનોરંજક સંબંધીત ગાણિતિક મોડલિંગ જેમાં ઠક્કર દ્રષ્ટિ અને ચૌહાણ અંજના તેના ટીચર ભૂમિકાબેન એસ પટેલ અને ક્રિષ્નાબેન એમ પટેલ ,3) વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા જેમાં પાર્થવી જોષી અને શાહ જીલ તેના ગાઈડ ટીચર વિશ્વરાજ બોરીચા આ દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવી સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શાળાનું અને સંસ્થા નું નામ રોશન કર્યું છે.