BHUJGUJARATKUTCH

શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલના વિધાર્થીઓ પંચકલાધામ-નિરોણા ગ્રામ હાટની મુલાકાતથી અભિભૂત થયા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી

ભુજ તા – ૧૫ માર્ચ : શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ હાઇસ્કૂલ, નિરોણા ના ધો. ૯ તેમજ ધો. ૧૧ ના વિદ્યાર્થીઓએ પંચકલાના ધામ તરીકે ઓળખાતા નિરોણા ગામ મધ્યે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નવનિર્મિત પંચ કલા હાટની ખૂબ જ ઉમંગ તેમજ ઉત્સાહભેર મુલાકાત લીધેલ હતી. પંચ કલાઓમાં રોગાન આર્ટ, કાષ્ઠ કલા એટલે વુડન આર્ટ, ચર્મકલા એટલે લેધર આર્ટ, ખરકી એટલે કોપર બેલ અને વણાટકામ એટલે વેવીંગ આર્ટ માટે નિરોણા ગામ એટલે પંચ કલાઓનુ ધામ જગ વિખ્યાત છે. સાથે સાથે મડ વર્ક (પોટરી આર્ટ) માટીના રમકડા, પાત્રોની બનાવટ પણ ભાતીગળ કલાઓમાંની એક છે.કચ્છની બહેનો દ્વારા બારીકાઈથી કરવામાં આવતું ભરતગુંથણ પણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું.

પંચ કલાઓમાં આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત રોગાન આર્ટ, જેના માટે નિરોણા ગામના કલાકાર શ્રી ગફુરભાઇ ખત્રીને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલ છે. એવી રોગાન કલાને નિહાળી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. વાઢા જાતીના લોકોની કાષ્ઠ કલા, જેમા લાકડા પર કરેલ કોતરકામ અને અલગ-અલગ રંગોનુ લાખ કામ મન મોહનારુ હતુ. જેમાં વેલણ, તવીથા, ડાંડીયા, પાટલા, પાટલી પરના રંગ તેમજ કોતરણી ધ્યાન આકર્ષક હતા. પંચ કલામાં ચર્મકલાનુ પણ એક અનેરુ મહત્ત્વ છે, જેમા પર્સ, વોલેટ, બેલ્ટ, ચપ્પલ, મોજડી તેમજ અન્ય સુંદર લેધર વોલપીસ સહેલાણીયોની પ્રથમ પસંદગી રહેતી હોય છે, જે વિધાર્થીઓને ખૂબ જ ગમી. ખરકી એટલે કોપર બેલ, જેમા અલગ-અલગ ઘંટડીમાંથી અલગ-અલગ સૂર ઉત્પન્ન કરી શકાય એવી ખાસ કુનેહવાળા કલાકારોને મળવાનો મોકો મળ્યો અને સંગીતની સરગમ ઘંટડીઓમાં સાંભળવી એક અલગ જ અનુભૂતી હતી.ભારતની અતિ પ્રાચીન કલામાંની એક એટલે વણાટકામ માટે કુશળ કશબીઓની આંગળીઓથી બનાવાયેલ સાલ, સારી, વસ્ત્રોની કલા પણ સૌ માટે અવિસ્મરણીય રહી હતી. વિધાર્થીઓએ આ પાંચે કલાઓને જાણવાનો પ્રયાસ કરેલ હતો, જે ખરેખર માણવા યોગ્ય પણ એટલી જ હતી. સાથે સાથે મડ વર્ક (પોટરી આર્ટ)માં જુદા જુદા માટીના રમકડાં, વાસણો, વગેરેની ભિન્ન ભિન્ન ભાત અને બનાવટને નિહાળી હતી. ભરતભાઇ આહીરે તમામ કલાઓ બાબતે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.આ પંચકલા હાટ મુલાકાતનુ આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉ વિષ્ણુભાઈ ચૌધરીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ, જેમાં બાળકોને શિક્ષણ સાથે જીવનમાં કલાના મહત્વને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ મુલાકાતને ફળદાયી બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!