GUJARATLODHIKARAJKOTRAJKOT CITY / TALUKO
Lodhika: લોધિકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળામાં “બેગલેસ ડે ” અંતર્ગત બાળ સંસદનું આયોજન કરાયું
તા.૨૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાની, લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળામાં “બેગલેસ ડે ” અંતર્ગત બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ આઠ ના બાળકોએ પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરની ફરજ કઈ રીતે નિભાવાય તેની સમજ મેળવી હતી. ત ધોરણ 5 થી 8 ના તમામ બાળકોએ મતદાન કઈ રીતે કરવું તે સમજ્યું હતું.
બાળકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ જાહેરનામું, ઉમેદવાર, વિવિધ રાજકીય પક્ષો,મતદાન મથક, મતદાન પેટી, ઇ.વી.એમ ની સમજ મેળવી હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન મથકનું કામ સંભાળ્યું હતું.