અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: વિધવા બહેનોના માનસિક સ્વાસ્થ્ય: પડકારો, સમસ્યાઓ અને સમાધાન વિષયક જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન
અરવલ્લી જિલ્લામાં ‘સંકલ્પ’ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન તથા રોટરી ઇન્ટરનેશનલના રોટરી ફેલોશિપ ઓફ એમ્પાવરિંગ વિમેન – ઈન્ડિયા ચેપ્ટર ના સંયુક્ત ઉપક્રમે “વિધવા બહેનોના માનસિક સ્વાસ્થ્ય: પડકારો, સમસ્યાઓ અને સમાધાન” વિષયક જાગૃતિ કાર્યક્રમ મોડાસાની સંગાથ સંસ્થા ખાતે યોજાયો.આ કાર્યક્રમમાં વિધવા બહેનોના જીવનમાં આવતાં માનસિક પડકારો, તેમનાં સામાજિક-આર્થિક સંઘર્ષો અને તેમની માનસિક આરોગ્ય સ્થિતિ પર ગહન ચર્ચા કરવામાં આવી.કાર્યક્રમને સંબોધિત કરતાં રોટરી ફેલોશિપ ઓફ એમ્પાવરિંગ ઇન્ડિયાના સેકેટરી મુકેશભાઈ પરમારએ વિધવા બહેનોના સમકાલીન પડકારો અને તેમના માટે ઉપલબ્ધ સમાધાનની વિસ્તૃત માહિતી આપી.
‘સંકલ્પ’ હબના ડૉ. ભરતભાઈ પરમાર એ વિધવા બહેનો માટેની વિવિધ સરકારી યોજનાઓ, કાનૂની હક્કો તથા સમાજમાં તેમને પોઝિટિવ રીતે માન-સન્માન આપવાના મુદ્દે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, “વિધવા બહેનોને સહાનુભૂતિ નહીં પરંતુ સશક્તિની જરૂર છે.”આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ લાભકારી યોજનાઓની પણ માહિતી હાજર બહેનોને આપવામાં આવી.કાર્યક્રમમાં બહેનોની સક્રિય હાજરી રહી હતી અને તેમના પ્રશ્નોના પણ સંવેદનશીલતાપૂર્વક ઉકેલો આપવામાં આવ્યા.અંતે કાર્યક્રમનો ઉદ્દેશ એટલો જ રહ્યો કે વિધવા બહેનોને સમાજમાં પુનઃ સન્માન અને સાહિત્યપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા મળે તથા તેઓ પોતાનું જીવન આત્મવિશ્વાસ સાથે જીવી શકે.