GUJARATKHERGAMNAVSARI

અટગામ બહાદુર ફળિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન, ફાઇનલમાં બહાદુર ફળિયા વિજેતા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ


અટગામના બહાદુર ફળિયા દ્વારા ફળિયા વાઇઝ ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કાંતિભાઈ પટેલ (શિક્ષક), હેમાંગભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ, અટગામ) અને અશફાકભાઈ શેખે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. યુવા શક્તિ ક્રિકેટ મિત્ર મંડળ, બહાદુર ફળિયા દ્વારા તમામ સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રોજા શામર અને બહાદુર ફળિયા વચ્ચે રમાઈ હતી. રોજા શામર ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 97 રન બનાવ્યા હતા. જવાબમાં બહાદુર ફળિયાની ટીમે ઉત્તમ પ્રદર્શન કરતા 6 ઓવરમાં 98 રન બનાવી મેચ જીત મેળવી હતી.
બહાદુર ફળિયા ટીમ, કેપ્ટન પરેશ પટેલના નેતૃત્વ હેઠળ વિજેતા બની હતી. આ મેચમાં ફેનિલ પટેલે શાનદાર પ્રદર્શન કરતા મેન ઑફ ધ મેચ તેમજ મેન ઑફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો હતો. ફેનિલ પટેલ અને જીગ્નેશએ કોઈ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક હાંસલ કરી ટીમને જીત અપાવી હતી.

Back to top button
error: Content is protected !!