
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૪ સપ્ટેમ્બર : ભુજ તાલુકાના ઝીક્ડી ગામની શ્રી સરકારી માધ્યમિક શાળા (RMSA) ખાતે 4 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ. આ અવસરે વિદ્યાર્થીઓએ આચાર્ય, ઉપાચાર્ય તથા શિક્ષકોની ભૂમિકા, શૈક્ષણિક અને વહીવટી કાર્યનું મહત્વ સમજ્યું.
કાર્યક્રમ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓએ સ્ટેજ ફિયર દૂર કરી વિવિધ વિષયોના તાસ લીધા. શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયી પ્રતિભાવ તેમજ શિક્ષકોના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ ઉજવણી ઉત્સાહભેર સફળતાપૂર્વક સંપન્ન થઈ.




