GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:માળીયા(મી) હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 

MORBI:માળીયા(મી) હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

 

 

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે મોરબી-માળીયા(મી) હાઇવે ઉપર મરક્યુના સીરામીક સામે ઉભેલ ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરેલ છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે ટીમ સાથે દરોડો પાડતા, ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૨૧-જીડી-૦૯૩૦ ની તલાસી લેવામાં આવી હતી, જેમાં સફેદ માટી ભરેલ હોય જે માટી હટાવીને જોતા, તેમાંથી કિંગફિશર બિયરના ૧૧૨ ટીન કિ.રૂ. ૧૨,૯૯૨/-મળી આવ્યા હતા, જેથી ટ્રક ટ્રેઇલર ચાલક આરોપી રાજેન્દ્ર કાનારામભાઈ બાંગળા ઉવ.૩૬ રહે.બીટન તા.મેડતા જી.નાગોર રાજસ્થાન વાળની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે બિયરના ટીનની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતો ટ્રક-ટ્રેઇલર કિ.રૂ.૩૦ લાખ, એક મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-સહિત કુલ રૂ.૩૦,૧૭,૯૯૨/-નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!