ANANDGUJARATUMRETH

ખંભાત જીઆઇડીસીમાં ૧૦૦ કરોડ ઉપરાંતના ડ્રગ્સના વેપલા પર એ.ટી.એસ નો સપાટો

પ્રતિનિધિ : ખંભાત
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આણંદ જિલ્લાના ખંભાત જીઆઇડીસી ખાતે આવેલ ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં ગતરોજ એન્ટિ ટરેરિસ્ટ સ્કવોર્ડ(ATS) ના ૬૦ થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા આ ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા ૧૦૦ કરોડથી વધુનો નશાયુક્ત પાવડર(ડ્રગ્સ) કબજે કર્યો હતો. એટીએસ ની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ છ લોકોને ધરપકડ કરી તમામને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં તેમની આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કયા કયા ડ્રગ્સ પહોંચાડ્યું છે અને આ ડ્રગ્સનો શેમાં ઉપયોગ લેવામાં આવ્યો હતો તેવી પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે એ.ટી.એસ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. આણંદ જિલ્લાના ખંભાત નજીકથી અલ્ટ્રાસોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. આમ એટીએસના આ દરોડા દરમિયાન ટોટલ ૧૦૦ કરોડ નું પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવતા કંપનીના માલિક ભાગીદાર તેમજ કર્મચારી સહિત છ લોકોને પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા અને પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા છે તે દિશામાં વધુ તપાસ કરવા હેતુ એટીએસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!