શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતે કલેકટર આશિષ કુમાર ના હસ્તે પ્રવેશોત્સવ ઉજવાયો
શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતે કલેકટર આશિષ કુમાર ના હસ્તે પ્રવેશોત્સવ ઉજવાયો
NILESH DARJIJune 27, 2024Last Updated: June 27, 2024
26 1 minute read
પંચમહાલ
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી નારાયણ હાઈ સ્કૂલ તરખંડા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ વર્ષ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અધિકારી તરીકે આદરણીય કલેક્ટર આશિષકુમાર ઉપસ્થિત રહ્યા હતા તથા બીઆરસી હાલોલ અને લાઇસન અધિકારી સી.આર.સી ચેતનસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રમુખ દાતાઓ નારાયણ નેત્ર ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ રાજગોર , સન ફાર્મા કંપનીના સીએસઆર વિભાગના મુખ્ય અધિકારી પ્રતિકભાઇ પંડ્યા , વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરનાર શ્રી નારાયણ કેળવણી મંડળના ઉપપ્રમુખ તથા માજી હાલોલ તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહજી ચાવડા , શ્રી નારાયણ કેળવણી મંડળના પ્રમુખ અને મંત્રી સાથે કારોબારી સદસ્યશ્રીઓ , ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી તથા એમના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આઈસીટી નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં શાળાના આચાર્યશ્રી આચાર્યશ્રી શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તમામ મહાનુભાવોનું પુસ્તક દ્વારા શાળાની વિદ્યાર્થીઓનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું કલેકટર તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું,સન ફાર્મા કંપની દ્વારા નવીન પ્રોજેક્ટ હરિયાળુ હાલોલ લોન્ચ કરવામાં આવ્યું તેના માટે ની શાળા કક્ષાએ નવીન સમિતિની રચના કરવામાં આવી જેમાં શાળાના શિક્ષક મહોબતસિંહ સોલંકી તથા શાળા મંડળના મંત્રીશ્રી જશવંતસિંહજી ચાવડા અને ધોરણ નવ ના ચાર વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી, શાળા મંડળના ઉપપ્રમુખશ્રી તથા માજી હાલોલ તાલુકા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી ચાવડા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં શિક્ષણના તમામ પાસાઓ આવરી લેવામાં આવ્યા ત્યારબાદ આદરણીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેનું સંપૂર્ણ ભારણ શિક્ષણ સુધારણા તથા સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓનો લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને આગ્રહ કરવામાં આવ્યો, કાર્યક્રમના અંતે શાળાના સિનિયર મદદનીશ શિક્ષક શ્રી મનોજભાઈ દવે દ્વારા આભાર વિધિ કરવામાં આવી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અંતે શાળા સંચાલક મંડળ સાથે આદરણીય કલેકટર સાહેબ શ્રી દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું તેમાં શિક્ષણ સુધારણા માટેના સૂચનો અને ગામમાં પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી
«
Prev
1
/
78
Next
»
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર