
કામરેજ ટોલ પ્લાઝા પર આજે સુરત RTO અને સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક ડ્રાઇવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નંબર પ્લેટ વગર તથા નંબર પ્લેટ સાથે ગેરરીતિ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરી નંબર પ્લેટ પર માટી લગાવેલી હોય, સેલોટેપ ચોંટાડેલી હોય કે નંબર ભૂંસી નાખ્યા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ ચેકિંગ દરમિયાન ટીમે સ્થળ પર જ 34 જેટલાં વાહનો સામે કાર્યવાહી કરી રૂ. 1,60,000/- (એક લાખ સાઠ હજાર) નો દંડ વસૂલ્યો હતો.
📋 કાર્યવાહીની વિગત (ડિટેઇલ રિપોર્ટ):
* પીકઅપ આઇશર ટેમ્પા: 14
* હાઇવા ડમ્પર: 11
* ફોર વ્હીલર (કાર): 09
* કુલ વાહનો: 34
* કુલ વસૂલેલ દંડ: ₹ 1,60,000/-
“ટોલ ટેક્સ કે ઇ-ચલાણથી બચવા માટે નંબર પ્લેટ પર માટી લગાવવી કે ચેડાં કરવા એ ગંભીર ગુનો છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક ઝુંબેશ ચાલુ રહેશે, જેથી દરેક વાહનચાલકે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છ
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત





