ઓલપાડ : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરાવવા,સરકારી ગૌચર જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ વહીવટી તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા તેમજ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર હાઈટેન્શન લાઇન સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે તત્કાલ કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકની આગેવાનીમાં ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમીટી ના મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ તત્કાલ સમગ્ર ઓલપાડ તાલુકામાં તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરશોજી. જો દિન – ૧૦ માં કાર્યવાહી કરવામાં ન આવશે તો ગાંધીચિંધ્યા માર્ગે શાંતિ પૂર્ણ રીતે ધરણા તથા મામલતદાર કચેરીના ઘેરાવ કરવા સહિતના આંદોલન કરવામાં આવશે
આ પ્રસંગે જયેન્દ્રભાઈ દેસાઈ, અતુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ડો. યોગેશ પટેલ, ભરતભાઈ પટેલ, હેમલ પટેલ, જય રાઠોડ, હિતેશભાઈ પટેલ,મહેન્દ્ર વળકર,મનોજભાઈ ગૌસ્વામી, મહેશભાઈ પટેલ, સિદ્ધાર્થ રાઠોડ, એડવોકેટ વિજય પટેલ, ભાવેશ
પટેલ, મયુર પટેલ,અનિમેષ સુરતી, સબ્બીર મલેક, વિવેક પટેલ, વિરલ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.