નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ ને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ 2021 માં પ્રોજેક્ટ ” પાપા પગલી ” ની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. જે અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩ થી ૫ બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે અને ગુણવત્તા યુક્ત જીવન જીવવા માટે નો મજબૂત પાયો નંખાય .બાળકો નો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે એવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકાર શ્રી દ્વારા રાખવામાં આવ્યો છે. આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો” સર્વાંગી વિકાસ “અને “સ્કૂલ ની શૈક્ષણિક તૈયારી “એજ મુખ્ય ઉદ્દેશ છે.
જે ઉદ્દેશ્ય અને સિદ્ધ કરવા માટે વર્ષ 2025- 26 માં આંગણવાડી પ્રવેશોત્સવ સુરત જિલ્લાના ચોર્યાશી તાલુકાના મોહણી સેજા નાં દેવઢ પ્રાથમિક શાળામાં આંગણવાડી કેન્દ્ દેવધ ખાતે પ્રવેશોત્સવ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અજય ઠાકોર અને જિલ્લા કક્ષા ના ઓફિસર જયશ્રી બેન રાઠોડ અને તાલુકા પીએસઇ ઇન્સ્ટ્રક્તર કૌશિકા પટેલ. ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન શ્રી એ નાના બાળકોના આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો. બાળકોને શિક્ષણ મેળવવી તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ શાળા અને આંગણવાડીના બાળકોને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી. કંકુ પગલા દ્વારા આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. બાળકોની સાથે સેલ્ફી લઈ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કર્યું.



