
જોખમી સ્થિતિ: સ્કૂલની દિવાલને અડીને આવેલી મિલોમાં વારંવાર થતા બોઈલર બ્લાસ્ટથી બાળકોના જીવ જોખમમાં.
તંત્રની મીલીભગત: ગંભીર દુર્ઘટનાઓ છતાં DPEO અને શિક્ષણ વિભાગનું રહસ્યમય મૌન.
વાલીઓનો આક્રોશ: “અમે બાળકોને ભણવા મોકલીએ છીએ, મરવા માટે નહીં!” – તંત્ર સામે જનતામાં ભારે રોષ.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ



ઇન્ડિયન પબ્લિક સ્કૂલની સાવ નજીક આવેલી મિલોમાં વારંવાર બોઈલર ફાટવાની અને આગની ઘટનાઓ બની રહી છે. અગાઉ અનેક લોકોના જીવ ગયા હોવા છતાં, આ ‘મોતની મિલો’ રાત-દિવસ ધમધમી રહી છે. હજારો નિર્દોષ બાળકો ઝેરી ધુમાડા અને ગમે ત્યારે ફાટવા તૈયાર બોઈલર વચ્ચે અભ્યાસ કરવા મજબૂર છ
જો સમય રહેતા આ જોખમી મિલો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. વાલીઓએ ચીમકી આપી છે કે જો તંત્ર નહીં જાગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર જેવા પગલાં લેવામાં આવશે




