OLPADSURAT

ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળા માં ગુરુપૂજન કરવામાં આવ્યું.

હિંદુઓની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. હિંદુ ધર્મ અનુસાર બૃહસ્પતિ દેવ તમામ દેવતાઓ અને ગ્રહોના ગુરુ ગણાય છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે.

ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે. તો ચાલો આજે આ૫ણે ગુરૂ અને શિષ્યના ૫વિત્ર સબંઘને મજબુત કરતા તહેવાર ગુરુ પૂર્ણિમા.
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા , પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર , માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આજના બદલાતા યુગમાં બાળકોને જ્ઞાનની સાથે ગુરુ દક્ષિણા સ્વરૂપે આપવામાં આવતી શિક્ષા જે આપણી ભારતીય સંસ્કૃતિ ને તેમના ચરણોમાં સ્થાન આપ્યું છે. શાળાના આચાર્યશ્રી ડો ધર્મેશ પટેલ બાળકોને મૌખીક ગુરુ શિષ્ય વચ્ચે ના સંબંધો ની જાણ કરવામાં આવી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!