ગોધરા નગરમાં ઇદે મિલાદુન નબી નો પર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ અને કોમી એકતા ના માહોલ વચ્ચે મનાવાયો

તારીખ ૧૭/૦૯/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા પાટનગર ગોધરા નગરમાં ઈદેમીલાદ નબીના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી અંતર્ગત ગોધરા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાયાં હતાં ત્યારે હજરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મજયતિં ની ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે નિકળેલ જુલુસ જ્યારે બે નંબર ની પોલીસ ચોકી પાસે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા અને ગોધરા અર્બન બેંક દ્વારા સુંદર રીતે સ્વાગત કાર્યકમનું આયોજન કરી ઈદ એ મિલાદ નાં જુલૂસ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મુસ્તુફા પુનાવાલા, શહીદખાન પઠાણ, સરફરાઝ શૈખ, ઈખલાસ મન્સૂરી, સલમાન પઠાણ, રાજાખાન પઠાણ,ફારુક પઠાણ સાથે અર્બન બેંક નાં મેનેજર અસગરીભાઈ સાહેરવાલા અને બેંક નાં સ્ટાફ સાથે ગોધરા શહેર ની મસ્જિદોનાં તમામ મોલાના તથા આલીમો સાથે ઈદ એ મિલાદ કમિટી નાં પ્રમુખ અને સભ્યો દ્વારા જ્યાં ઉપસ્થિત મહાનુભાવો આઈ.જી.આર.વી.અસારી તેમજ એસ.પી.હિમાંશુ સોલંકી,પીન્ટુ બાપુ,ગોધરા નગર પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ,ઉપપ્રમુખ સુનિલ લાલવાણી નગરપાલિકા ના સભ્યો દીપેશ બાપુ સહિત ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનોને ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરવામા આવતા કોમી એકતા નાં દ્રશ્યો સર્જાયા હતા જ્યાં પોલિસ પ્રશાસન દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરી શાંતિ પૂર્ણ માહોલ માં ઇદે મિલાદુન નબી નું પર્વ ઉજવાયુ હતું.








