સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા મદરેસાના મૌલાના મોહમ્મદ મુકબિર મોહમ્મદ બસીરૂદ્દીન શેખની પૂછપરછમાં નવો ખુલાસો થયો છે. તેણે નવ વર્ષના બે નહી પરંતુ અભ્યાસ માટે આવતા અન્ય 4 બાળકો સાથે પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આરોપી મૌલાના પોતાના જ ઘરે કોચિંગ કલાસીસ ચલાવી 54 જેટલા બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો.
આરોપી મૌલાના મોહમ્મદ મુકબિર મોહમ્મદ બસીરૂદ્દીન શેખે બે માસુમ બાળકોને મોબાઇલમાં પોર્ન વિડીયો બતાવ્યા હતા અને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકોએ વિડિયો જોવાની ના પાડતા માર પણ માર્યો હતો. બેમાંથી એક બાળકે પરિવારને શિક્ષકની હેવાનિયત જણાવતા તેનો ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં હવે મૌલાનાની પૂછપરછમાં અન્ય ચાર બાળકો સાથે પણ આ પ્રકારનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આ મૌલાનાએ અત્યાર સુધીમાં 6 બાળકોને પોતાની હવસનો શિકાર બનાવ્યાં છે.