SURATSURAT CITY / TALUKO

સુરત પોલીસના ‘ઝીરો ટોલરન્સ’ના દાવા ક્યાં? કડોદરામાં પત્રકાર પર હુમલો કરનાર માફિયાઓને પોલીસનું અભયદાન?

સુરત, કડોદરા:

ગુનેગારો બેફામ, પત્રકાર ભયમાં અને પોલીસ નિદ્રામાં” પત્રકાર ની એસ.પી.સાહેબ ને ધારદાર રજૂઆત; કડોદરા PI સામે ખાતાકીય તપાસની તલવાર?

ગુજરાત પોલીસ જ્યારે ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રો પોકારી રહી છે, ત્યારે સુરતના કડોદરા વિસ્તારમાં આ સૂત્રો પોકળ સાબિત થઈ રહ્યા છે. નશાના કાળા કારોબાર સામે અવાજ ઉઠાવવો એ પત્રકાર માટે મોતની ધમકી સમાન બની ગયો છે. ગાંજાના વેપારીઓનો વીડિયો બનાવીને પોલીસને સોંપવા છતાં, કાર્યવાહી કરવાને બદલે કડોદરા પોલીસે જાણે ગુનેગારોને હુમલો કરવાનું ‘મૌન આમંત્રણ’ આપ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પત્રકાર એ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા આરોપો મૂકવામાં આવ્યા છે:

પત્રકારની ઓફિસ અને ગેરેજ પર અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો, પરંતુ પોલીસ હજુ પણ ‘તપાસ ચાલુ છે’ના રટણ પાછળ છુપાઈ રહી છે.

PI ની ભેદી નિષ્ક્રિયતા: ફરિયાદના ૧૦-૧૫ દિવસ વીતવા છતાં કડોદરા પી.આઈ. એ ગુનેગારોને છાવરવા સિવાય કોઈ નક્કર કામ કર્યું નથી. શું પોલીસના આશીર્વાદ વિના લુખ્ખા તત્વો આટલા બેફામ બની શકે?

પત્રકારને ફરિયાદ પાછી ખેંચવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. શું કડોદરા પોલીસ સ્ટેશનમાં કાયદાનું શાસન છે કે અસામાજિક તત્વોનું?

પત્રકાર એ હવે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કર્યો છે. સુરત ગ્રામ્ય એસ.પી. (SP Office) ને પાઠવેલી ફરિયાદમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે:

૧. ફરજમાં બેદરકારી દાખવનાર કડોદરા PI વિરુદ્ધ તાત્કાલિક તપાસ બેસાડવામાં આવે.

૨. પત્રકારના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી હુમલાખોરોની ધરપકડ કરવામાં આવે.

૩. પોલીસની ઢીલી નીતિથી ગુનેગારો જે બેફામ બન્યા છે તેના માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો લેવામાં આવે.

ન્યાયની આ લડાઈ હવે માત્ર એક પત્રકારની નથી, પણ સમગ્ર પત્રકારત્વ જગતની સુરક્ષા પર છે. જો એક પત્રકાર જેણે પુરાવા આપ્યા, તેની જ ફરિયાદ પર પોલીસ એક્શન ન લે, તો સામાન્ય જનતાની હાલત શું હશે?

જો પત્રકાર કે તેમના પરિવારને કોઈ આંચ આવશે, તો તેનો હિસાબ કડોદરા પોલીસના ચોપડે લખવામાં આવશે. શું એસ.પી. સાહેબ આ મામલે સિંઘમ જેવી કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે?

કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!