ઓલપાડ : ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહીત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે પરંતુ ઓલપાડ તાલુકાનું સરસગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે જેમાં હોળીકા દહન બાદ તેની પ્રદક્ષિણા કરી અંગારા પર ચાલવાની પ્રથા છે. ઓલપાડ તાલુકાના સરસ ગામે વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખુ ગામ રાત્રે હોળી માતાને પ્રગટાવી પૂજા અર્ચના કરી ભભૂકતી આગ નજીક એકત્રિત થઈ તેના અંગાળાને ખુલ્લી જગ્યા પર પાથરવામાં આવે છે.ત્યાર બાદ વર્ષોથી ગામલોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગાળા પર ભક્તો શ્રધ્ધાથી ચાલી સળગતા અંગાળા પર ચાલવા છતા આજદિન સુધી કોઈ પણ દાજ્વાના કે જાન હાની નોંધાઈ નથી.ત્યારે આશ્ચર્ય પમાડે તેમ કથણ કાળજાનો માનવી પણ ડંગ રહી જાય છે.ગ્રામજનો પાસે થી મળતી માહિતી અનુસાર આ અંગાળામાં ચાલવાથી આજદિન સુધી કોઈને પણ ઈર્જા કે કશું થયું નથી જ્યારે શ્રધ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે.![]()