ગુજરાતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે. ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં પાડોશમાં જ રહેલા શખ્સે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીના માતા-પિતા કોઇ કારણોસર બહાર ગામ ગયા હોવાથી બાળકીને તેના કાકાના ઘરે મૂકી હતી. બાળકીના કાકા નાઇટ શિફ્ટ કરીને આવ્યા હોવા તે સુઇ ગયા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા શખસે તકનો લાભ લઇ બાળકીને ઉઠાવી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી દુષ્કમ આચર્યા બાદ ફરાર થઇ ગયો હતો. બાળકી જ્યારે રડતાં રડતાં ઘરે પહોંચી હતી અને તેણે કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલમાં પ્રાથમિક તપાસમાં આરોપી હજીરમાં એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
એપ્રિલ મહિનામાં સુરત શહેરમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતાં. બાળકી કોમ્પલેક્ષ નીચે રમી રહી હતી. એવામાં એક શખસ આવીને તેને ચોથા માળે લઈ ગયો હતો. જ્યાં બાળકીને નિર્વસ્ત્ર કરીને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં. બાળકીએ સમગ્ર મામલે રડતા-રડતા પોતાની માતાને હકીકત જણાવી હતી. ત્યારબાદ માતાએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



