GUJARAT

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતાં પ્રવીણ ચૌધરી

 

 

 

 

તાહિર મેમણ : 26/09/2023 : આણંદ, સોમવાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.

 

મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડિડવાણા ગામના વતની શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ષ ૨૦૧૦-૧૨માં આઈ.આઈ.ટી. મદ્રાસ ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.

 

સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જૂનાગઢમાં સેવા આપી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, શ્રી પ્રવીણ ચૌધરીના બંને બહેનો પણ સરકારી સેવામાં કાર્યરત છે. તેમના એક બહેન વિધિ ચૌધરી વર્ષ ૨૦૦૯ ની બેચના આઈ.પી.એસ. છે જેઓ હાલ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા બહેન નિધિ ચૌધરી વર્ષ ૨૦૧૨ ની બેચના આઈ.એ.એસ. છે જેઓ મહારાષ્ટ્રમાં જોઈન્ટ કમિશનર જી.એસ.ટી. તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!