સુરેન્દ્રનગર બહુમાળી ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામૂહિક શપથ
તા.11/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નશા મુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતા, ખાસ કરીને યુવાનોમાં નશાના શારીરિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે જાગૃતિ ફેલાવવી અને નશા મુક્ત સમાજનું નિર્માણ કરવું છે આ ઝુંબેશ હેઠળ શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો, સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ તથા કચેરીઓમાં સમાજ સુરક્ષા કચેરી સુરેન્દ્રનગર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરના બહુમાળી ભવન ખાતે આવેલી તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ નશા મુક્ત ભારત અભિયાન હેઠળ સામૂહિક રીતે ઓનલાઈન અને ઓફલાઈન શપથ ગ્રહણ કર્યા હતા આ શપથ સમારોહમાં તમામે નશાથી મુક્ત સમાજના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો સમાજ સુરક્ષા કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી યુવા પેઢી અને સમાજ નશાના દૂષણથી મુક્ત થઈ, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકે.