સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની પણ પાણીનો કકળાટ યથાવત

તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી પણ પાણીનો કકળાટ યથાવત છે શહેરના 80 ફુટ રોડની આજુ બાજુની મહાવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અમરદીપ સોસાયટી, નીલમ કુંજ સોસાયટી અને નંદનવન સોસાયટી જેવી સોસાયટીઓમાં 200 થી વધારે અનુસૂચિત જાતિ પરિવારના લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં મહાનગરપાલિકા બન્યા પછી તદ્દન અનિયમિત અને અપૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં આવે છે પાણી વિતરણ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉદ્ધવત વર્તન કરે છે અને જણાવે છે કે પાણી ક્યારે આપવું કેટલો સમય આપો એ અમારી મરજી તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો ઉપરાંત ક્રિષ્નાપાર્ક, મારુતિ પાર્ક અને ગાયત્રી પાર્ક સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગંદુ પાણી આવે છે તેની અનેક રજૂઆત છતાં છેલ્લા બે વર્ષથી પ્રશ્ન હલ થતો નથી આ અંગે સદર વિસ્તારના બહેનોને સાથે લઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કમિશનરએ આઠ દિવસમાં આ પ્રશ્નનો સમાધાન થશે એવું આશ્વાસન આપ્યું છે અને જવાબદાર અધિકારીઓ નથી આ બાબતે કડક સુચના આપવામાં આવ્યું છે.




