સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સુધી ખેત મજૂર અધિકાર પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો જો કે સરકાર દ્વારા આ મુદ્દે 10,000 કરોડ રૂપિયાનું આર્થિક વળતર નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પણ 1.90 લાખથી વધુ ખેડૂતોને પાક નુકસાન વળતરની સહાયની ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બાકી રહી ગયેલા ખેડૂતોને પણ ટૂંક સમયમાં ચુકવણી પૂર્ણ કરવામાં આવશે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો છે તે ભાગવી ખેતી આપી અને પોતાના ખેતરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાવતા હોય છે જેમાં મધ્યપ્રદેશ ગોધરા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લોકો ભાગવી ખેતી રાખી અને ખેડૂતના ખેતરોમાં કામ કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય છે ભાગવી ખેતીમાં 70% જેટલો ખેડૂતોને ઉત્પાદનનું વળતર મળે છે અને 30 ટકા જેટલી ભાગવી ખેતી રાખી અને ખેત મજૂરો ખેતી કરી અને પોતાના પરિવારજનોનું જીવન ગુજરાન ચલાવતા હોય છે સરકાર દ્વારા ખેડૂતો માટે તો 10,000 કરોડનું નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું પરંતુ તેની સામે ખેત મજૂરો મુદ્દે કોઈપણ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 50,000 થી વધુ ખેત મજૂરો પોતાના પરિવાર સાથે અલગ અલગ ખેતરોમાં કામ કરી અને પોતાના પરિવારનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે ખેડૂતોને તો પાક નુકસાન વળતર મળ્યું પરંતુ ખેત મજૂરો મામલે સરકાર દ્વારા કંઈ પણ પ્રકારનો વિચારવામાં આવ્યું નથી ત્યારે ખેત મજૂરોએ હવે આંદોલનના મંડાણ માંડ્યા છે ત્યારે પ્રથમ તબક્કામાં ખેત મજૂરો દ્વારા સુરેન્દ્રનગરમાં રેલી યોજવામાં આવી છે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડથી લઇ અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના નેતાઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી અને ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે યોગ્ય છે પરંતુ તેની સામે હવે ખેત મજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરી અને 10 થી 15 હજાર રૂપિયા તેમના ખાતામાં પણ સહાય રૂપી રકમની ચુકવણી કરવા માંગ કરવામાં આવી હતી અગામી દિવસોમાં સરકાર માંગ નહીં સંતોષ કરે તો ગાંધીનગર સુધી આંદોલન માંડવાની તૈયારી દેખાડવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઇ અને કલેક્ટર ઓફિસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માં ફેરવાઈ ગઈ હતી.




