સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી પ્રો-એક્ટીવ ગવર્નન્સનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડતું તંત્ર
સૌ પ્રથમવાર એક સાથે જિલ્લાના હિટ એન્ડ રન કેસોનો ભોગ બનનાર ૭૦ જેટલાં પરિવારોને સહાય આપવા યોજાઈ મેગા ડ્રાઇવ

તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સૌ પ્રથમવાર એક સાથે જિલ્લાના હિટ એન્ડ રન કેસોનો ભોગ બનનાર ૭૦ જેટલાં પરિવારોને સહાય આપવા યોજાઈ મેગા ડ્રાઇવ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ કે ઈજાગ્રસ્ત થવાના પગલે ભોગ બનનાર પરિવારો આર્થિક તકલીફમાં મુકાઇ જતા હોય છે આવા કિસ્સાઓમાં જો ઘરના કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય કે ઈજા પામી પથારીગ્રસ્ત થાય તો પરિવારનું ભવિષ્ય અંધકારમય બની જાય છે આવા કિસ્સાઓમાં મદદરૂપ થવા ભારત સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસોમાં મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારજનોને સહાયની યોજના અમલી બનાવવામાં આવી છે આ યોજના અન્વયે જિલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજીને વળતર અપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે ક્લેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને સહાયનો કેમ્પ યોજાયો હતો આ સ્પેશિયલ ડ્રાઈવમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિટ એન્ડ રન કેસોનો ભોગ બનનાર ૭૦ જેટલાં પરિવારોને ટપાલ દ્વારા જાણ કરવામાં આવી હતી જે પૈકીના કુલ ૩૪ લોકો આ કેમ્પમાં હાજર રહ્યા હતા જે અંતર્ગત કુલ ૨૦ જેટલાં હતભાગી પરિવારોના ફોર્મ ભરવા સહિતની ઔપચારિકતાઓ પૂર્ણ કરી દેવાઈ છે જ્યારે બાકીના લોકોની પણ ફોર્મ ભરવા સહિતની તમામ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ તકે જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, હીટ એન્ડ રન કેસોમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરીને ફોર્મ મેળવીને સહાય માટે અરજી કરી શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારશ્રી દ્વારા હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને રૂ. ૦૨ લાખ સુધીનું વળતર આપવામાં આવે છે જયારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ.૫૦ હજારનું સુધીનું વળતર ચૂકવવામાં આવે છે.




