GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરાયા .

તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્યચીજસ્તુઓના નમૂના લેવાયાં, સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરાયા હતા જેમાં સપ્ટેમ્બર માસમાં 23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્ય ચીજસ્તુઓના સેમ્પલો લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા હતા તા. 1થી તા. 30 સપ્ટેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના સેમ્પલોની કામગીરી કરવામાં આવી હતી ફૂડ ઇન્સ્પેકટર પી.બી.સાવલીયા, એસ. જે.પ્રજાપતિ સહિતની ટીમે જુદી જુદી દુકાનો સહિતના સ્થળોએ તપાસ કરી સેમ્પલો લીધા હતા જેમાં 23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્યચીજસ્તુઓના નમૂના લેવાયા હતા આ તમામ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા રેગ્યુલર સેમ્પલો બ્રીજલાડુ (લુઝ) (સ્વીટ ), મોદક, મોતીચુર લાડુ, ખુજર પાક સ્વીટ, ટોમેટો ગે્રવી તૈયાર ખોરાક, ચણા સબ્જી-તૈયાર ખોરાક, સેવ ફરસાણા, મિક્ષ, મિક્ષ ભજીયા, ક્રિષ્ના ગોલ્ડન બેક બે્રડ, રાજાવીર થંડર સોડા, ક્રિષ્ના બેકરી મિલ્કત ટોસ્ટ, ક્રિષ્ના ઓવન ફ્રેશ સ્પે. બટર ખારી, સ્વીટ ખોઆ, મોહનથાળ, કેબરી ડેરીમિલ્ક સિલ્ક ચોકલેટ, શક્તિ એસ.માર્ટ જમ્બો કેશ્યુ, છાસ, મલાઇ પનીર, જલેબી, ફાફડા ગાંઠીયા ફરસાણ, એમ્પાયર જીરા ટોસ્ટ, થાબડી પેડા, બરફી સ્વીટ સહિતના નમૂના લેવાયા હતા.

Back to top button
error: Content is protected !!