સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના જુનિયર ક્લાર્કની શિક્ષણ સહાયક તરીકે પસંદગી થતા ભાવભીનું વિદાયમાન અપાયું

તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કૌશિકભાઈ રાઠોડની શિક્ષણ વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી થતાં કચેરી પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો સરકારી સેવામાં રહીને ઉચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરનાર કર્મનિષ્ઠ કર્મચારીને સહ કર્મચારીઓએ ભાવભરી વિદાય આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીએ શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે કૌશિકભાઈએ માહિતી કચેરીમાં પોતાની ફરજ દરમિયાન અત્યંત ખંત નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામગીરી કરી છે વહીવટી કાર્યમાં દક્ષતા દાખવવાની સાથે તેમણે પોતાની મહેનત અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખીને શિક્ષણ ક્ષેત્રે આ સફળતા મેળવી છે જે કચેરીના અન્ય યુવા કર્મચારીઓ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણારૂપ છે કચેરીના વિવિધ કામકાજમાં તેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે વિદાય લઈ રહેલા કૌશિકભાઈ રાઠોડે આ પ્રસંગે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે જિલ્લા માહિતી કચેરીના શિસ્તબદ્ધ અને સહયોગી વાતાવરણને કારણે તેઓ પોતાની ફરજની સાથે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા છે તેમણે કચેરીના અધિકારીઓ અને સાથી મિત્રો તરફથી મળેલા સતત માર્ગદર્શન પ્રોત્સાહન અને હૂંફને આપતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ કૌશિકભાઈ સાથે વિતાવેલા સમયના સંસ્મરણો વાગોળ્યા હતા આ વિદાય અવસરે કચેરી પરિવાર દ્વારા કૌશિકભાઈને પરંપરાગત રીતે શ્રીફળ અને સાકરનો પડો, પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર માહિતી પરિવારના કર્મયોગી સર્વશ્રી શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા, જી.એમ. ટોળિયા, કદર્મ વ્યાસ, અજય મહેતા, બ્રિજેશભાઈ ત્રિવેદી, ફૈઝલ ચૌહાણ, કિશન વડેસા, જયરાજસિંહ મોરી, રાજેન્દ્રસિંહ પરમાર, હબીબભાઈ ખોખર સહિતના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સૌએ કૌશિકભાઈ રાઠોડને શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવી તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ કરી હતી.





