CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે ચોટીલામાં ATM ને લૂંટનો પ્રયાસ કરે તે પહેલાં 5 આરોપીઓને ઝડપી લીધા

રોકડા રૂપિયા, એક કાર, એક તંમચો, જીવતા કારતૂસ, લોખંડની હથોડી, ત્રીકમ જેવું હથિયાર, મોબાઇલ નંગ છ સહિત સમગ્ર સાધનો સહિત રૂ.2,63,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.24/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂપિયા, એક કાર, એક તંમચો, જીવતા કારતૂસ, લોખંડની હથોડી, ત્રીકમ જેવું હથિયાર, મોબાઇલ નંગ છ સહિત સમગ્ર સાધનો સહિત રૂ.2,63,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારી સાહેબ તથા લીંબડી ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એન. કે. પટેલ સાહેબ નાઓએ વણશોધાયેલ ગુન્હોને ઝડપથી શોધી કાઢવા તેમજ ગંભીર પ્રકારના ગુન્હા બનતા અટકાવવા માટે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ ગઇ કાલ તા.૨૩/૧૧/૨૦૨૫ ના રાત્રીના ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એમ. સંગાડા તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કેહાભાઈ મકવાણા, મેહુલભાઈ મકવાણા, પ્રકાશભાઈ કુકડીયા, ભરતભાઈ તરગટા, મુકેશભાઈ શેખ સહિત સમગ્ર ટીમ દ્વારા સરકારી તેમજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ ચોટીલા થાનગઢ રોડ ઉપરથી એક ફોરવ્હીલર ગાડી નંબર GJ 04 EP 0500 વાળી શંકાસ્પદ હાલતમાં ચોટીલાથી થાનગઢ બાજુ નાશી ગયેલ જેથી પીઆઇ આર. એમ. સંગાડા તથા પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ વાહનમાં પેટ્રોલિંગમાં હોય જેઓને જાણ કરી ફોરવ્હીલર ગાડી નંબર GJ 04 EP 0500 વાળીનો પીછો કરી તપાસ કરતા ફોરવ્હીલર ગાડી ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ બાપા સીતારામ મંદિરની બાજુમાં વિડ/ફોરેસ્ટ વિસ્તારના અવાવરૂ કાચા રસ્તે વળતા ફોરવ્હીલર ગાડી રોકી ચેક ગાડીને કોર્ડન કરી જોતા ગાડીમાં કુલ પાંચ ઇસમો જેમાં મેહુલભાઇ ધીરૂભાઇ મકવાણા રહે, રાજકોટ વાળો હોવાનું જણાવેલ બાદ ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેઠેલ ઇસમે પોતાનું નામ, અજયભાઇ જેરામભાઇ ઉઘરેજા રહે, સુખપરા ચોટીલા, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ તથા રવિશંકર રાજુ શાહ તથા બિરુકુમાર ચંદાર્મારામ રામે રહે, ત્રણેય બિહાર વાળા હોય અને મજકુર ઇસમોના હવાલાવાળી ફોરવ્હીલર ગાડીની ઝડતી તપાસ તથા પાંચેય મજકુર ઇસમોની ઝડતી તપાસ કરતા ફોરવ્હીલર ગાડી ડેસબોર્ડના ખાનામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીસ નંગ ૨ તથા લોખંડની હથોડી નંગ ૧ તથા નાના ત્રીકમ જેવું હથિયાર ૧ તથા લોખંડને કાપવા માટેની આરી (તણી) નંગ ૧ તથા પતરાને કાપવા માટેની કાતર નંગ ૧ તથા લોખંડને ગરમ કરી કાપવા માટે ઉપયોગમાં લેવા બ્યુટેન ગેસની ૨૦૦ ગ્રામની બોટલ નંગ ૦૮ તથા કેમેરા ઉપર કલર લગાડવા માટેનો સ્પ્રે નંગ ૧ તથા ગેસની બોટલ ઉપર લગાડવાની વાલ્વ વાળી સીંગર નાળની નોઝન નંગ-૧ તથા ગેસની બોટલ ઉપર લગાડવાની વાલ્વ વાળી ડબલ નાળની નોઝન નંગ ૧ તથા કાળા ચશ્મા નંગ ર તથા મોબાઇલ નંગ ૦૬ તથા રોકડ રકમ ૩૫૦૦ મળી આવેલ કુલ કિ.રૂ. ૨,૬૩,૩૭૦ નો મુદ્દામાલ પકડાયેલ છે અને પકડાયેલ ઇસમો પૈકી ત્રણ ઇસમો જેમાં રોકીરાજ સુરેશસિંહ કુશવાહ તથા રવિશંકર રાજુ પ્રસાદ શાહ તથા બિરુકુમાર ચંદાર્મારામ નાઓ બિહાર રાજ્યના હોય જે તમામ ઇસમોની પુછપરછ કરતા જણાવેલ કે અજયભાઇ ઉર્ફે અંકિત જેરામભાઇ ઉઘરેજાને રૂપિયાની જરૂરીયાત હોય અને આશરે એકાદ મહિના પહેલા દિલ્લી ખાતે ગયેલ તે વખતે બિરૂકુમાર ચંદર્મારામ રહે, બિહાર વાળા સાથે ઓળખાણ થયેલ અને બિરૂકુમાર ચંદાર્મારામ ને કામ માટે રાજકોટ ખાતે અજયભાઇ ઉર્ફે અંકિત જેરામભાઈ ઉઘરેજા લાવેલ હોય અને બાદ બિરૂકુમાર ચંદર્મારામ પરત બિહાર ખાતે જતા રહેલ હોય અને બાદ અજયભાઇ ઉર્ફે અંકિત જેરામભાઇ ઉઘરેજા એ મજકુર ઇસમ બિરુકુમારને ફોન કરી એ.ટી.એમ. તોડવાના કામ બાબતે વાત કરેલ જેથી બિરૂકુમાર ચંદર્મારામ તથા રોકીરાજ સુરેશસિંહ કુશવાહ તથા રવિશંકર રાજુ શાહ એમ ત્રણેય બિહારથી નિકળી રેલ્વે મારફતે અમદાવાદ સુધી આવેલ અને અમદાવાદથી અજય ઉર્ફે અંકિતે જણાવ્યા મુજબ ચોટીલા સુધી આવેલ અને ચોટીલા ખાતે અજય ઉર્ફે અંકિત મળેલ અને ચોટીલાથી ચારેય ઇસમો રાજકોટ ગયેલ અને રાજકોટ ખાતે અજય ઉર્ફે અંકિતે તેના બનેવી મજકુર ઇસમ મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઇ મકવાણા રહે, રાજકોટ ચુનારાવાડ વાળાને બોલાવેલ અને મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઇ મકવાણા નાએ રોકીરાજ સુરેશસિંહ કુશવાહ તથા રવિશંકર રાજુ પ્રસાદ શાહ ગુપ્તા તથા બિરુકુમાર ચંદર્મારામ એમ ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપેલ અને ત્રણ ચાર દિવસ સુધી બધાએ ભેગા મળી ચોટીલા ખાતે એસબીઆઇ બેન્કના એ.ટી.એમ. તોડવાનું કાવતરૂ ઘડેલ અને અજય તથા મેહુલ બન્ને એટીએમની રેકી કરી ગયેલ અને બાદ તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતેથી તમામ આરોપીઓ સાથે રહી તમંચો તથા બે જીવતા કાર્ટીસ સાથે રાખી એ. ટી. એમ. તોડવા માટેનો સામાન ખરીદી કરેલ અને બાદ રાત્રીના નવેક વાગ્યે નિકળી ચોટીલા ખાતે ફરીવાર આવી એ.ટી.એમ.ની રેકી કરેલ અને બાદ રવિવારની રાત્રી હોવાથી પાંચેય ઇસમો એ.ટી.એમ.ની લુંટ કરવા ધાડ પાડવાની કરતા હતા જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૨૧૧૦૦૯૨૫૦૯૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૦(૪),૬૧ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો પાંચેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!